________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૯)
પ્રમાદવડે કે કષાયિત પરિણામે-પાંચ ઇકિય, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણુને નાશ કરે કે વર્તમાન શરીરથી જીવને જુદો કરે તેનું નામ હિંસા છે. અને તે જીવનું મરણ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
હે રાજન ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અન્ય ચોગ્ય અને અહિતકારી છે. તેનો ત્યાગ કરી વિવેકપૂર્વક સતક્રિયામાં આદર કરે એ નિરંતરને માટે સુખનો માર્ગ છે.
કેવળી ભગવાનના મુખથી પિતાના પિતાનું દારૂણ દુર્ગતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવાં ફલ જાણુ હરિશ્ચંદ્ર રાજ સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પિતાને મંદિરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું-હું હમણુ ગુરૂમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્મો પદેશ આપજે.
સુબુદ્ધિએ કહ્યું. મહારાજ ! હું આપની સાથે જ ચારિત્ર લઈશ, ધર્મ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ “પરોપદેશે પાંડિત્યં” નથી. આપના કુમારને મ ર પુત્ર ધર્મોપદેશ આપી જાગૃત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી. રાજા અને પ્રધાને બળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું.
ગુરૂરાજની સેવામાં તત્પર રહી, ચિરકાલ સંયમ સામ્રાજ્ય પાલન કરતાં અષ્ટ કર્મને ક્ષય કરી અને મહાત્માઓ નિર્વાણપદ પામ્યા.
મહારાજા મહાબળ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી દંડ રાજા થયો. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલી પુત્ર થ. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ઘણી મૂછ રાખતો હતો. ધર્મથી પરભુખ રહી તેણે પિતાનું જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. મરણ ૫ મી તે પિતાના શ્રીગ્રહમાં ( ખજાની ઉપર ) અજગરપણે ઉત્પન્ન થશે. તે શ્રીગૃહમાં જે કોઈ પ્રવેશ કરતું તેને તે અજગર મારી
For Private and Personal Use Only