________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪).
રાજા ગુરૂ સન્મુખ ધર્મશ્રવણનિમિત્તે બેઠે. એગ્ય જીવ જાણી તાનીએ ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો
હે ભવ્ય જીવો ! આ આત્મા યા જવ અનાદિ અનંત છે. અનાદિ કાળથી કર્મ સંયુત છે. વિવિધ પ્રકારના દુઃખદવથી સંતપ્ત - થઈ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી, સમ્યફ પ્રકારે જ્ઞાન કહાન, અને આચરણ કરતાં કર્મને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવાળું મોક્ષ મેળવી શકે છે. વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સંવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરૂશ્રીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી.
ગુરૂરાજ ! દેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપની અમેઘ દેશના થી મને ચેકસ નિર્ણય થાય છે કે પરલોક છે તે ભારે પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર મરીને જ્યાં ઉત્પન્ન થયે, તે આપ કૃપા કરીને મને જણાવશો કેમકે તેની પરલોકમાં હયાતિ તે જ નાસ્તિકવાદનો નાશ કરનારી છે.
ગુરૂશ્રીએ કહ્યું. તમારા પિતા છેવટની સ્થિતિમાં આજંદ કરતા કૃષ્ણસ્થામાં–રૌદ્રપરિણામે મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયો છે,
આસ્તિક વાદ, હે રાજન ! તેની માન્યતા એ હતી કે જવ નથી, પુન્ય નથી, પાપ નથી, પરલોક નથી વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પિતપોતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલો છે. તે ચેતના લક્ષણવાન છવ, અરૂપી હોવાથી જ્ઞાનદષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના છે, જ્ઞાન, દર્શનાદિ ગુણોથી તે અમૂર્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ છો તે જીવને જાણવાને સમથ થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હું દુઃખી છું, આ અહે પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવસિદ્ધ છે.
For Private and Personal Use Only