________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૩)
મિત્ર! આ તું શું બોલ્યો ? આવાં વિત–મિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર થી પડી? તું નિરંતર પ્રિય બેલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચન તારાથી બેલાયાં છે ? આ ગીત, શ્રાવણઇન્દ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહેચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે.
પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યું. મહારાજ ! હું જરા માત્ર અસત્ય બોલતા નથી અને આપને અપ્રિય પણ કહેતા નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિતિ કરૂં છું. આપ સાંભળશે.
એક ચતુર યુવાન સ્ત્રીનો પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસક્ત થયેલી હતી. પતિના વિયોગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારો કરૂણ સ્વરે ગાયન કરતી હતી. આ સ્ત્રીનું ગાયન વિચારવાન વિવેકી પુરૂષોને વિલાપપક્ષમાં અનુભવાશે કે નહિં? કેમકે ગીતનું ઉત્પત્તિસ્થાન, કે માર્મિક સૂચન નથી જ ભરપૂર છે. તેમ છે રાજન જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુ:ખરૂપ હેય તે સુખરૂપ કેમ મણાય ?
એક મનુષ્ય ઘેલો થઈ ગયો છે. તે પોતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતા કૂદતે આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકી મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે ? લાગશે જ, તેમ મેહથી ઘેલા થઈ નૃત્ય કરનારાઓના અને જેનારાઓના ભાવી પરિણામ ઉપર વિચાર કરતાં આ નૃત્ય કેવળ વિર્ડ બનાતુલ્ય જ છે.
ભૂષણની ભ્રાંતિથી કોઈએ ગળામાં પથ્થર લટકાવ્યા હોય તે જેમ બજારૂપ છે તેમ પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં આ સર્વ આભરણે ભારમાં પથ્થર સરખા બેજા કરનારા જ છે.
કિપાકનાં ફલો દેખીતાં સુંદર, સ્વાદે મધુર છે. પણ તેને વિપાક ભયંકર પરિણામવાળો છે. તેમ સર્વ કામભાગે દેખીતાં અને ઉપભોગ કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુ ખરૂપ છે.
For Private and Personal Use Only