________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૧) લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીએ કરી શકે છે. ગૃહસ્થઘર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી (દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થોને દેશવિરતિ–દેશચારિત્ર કહેવાય છે.
જ્ઞાન અને શ્રદ્ધાન બને હેય તથાપિ ચારિત્ર (ચરણ-આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતું નથી. વૈદ ગમે તેટલે દવા ઔષધાદિકને જાણકાર હેય પણ ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણથી નિરોગી બની શકશે ? નહિં જ કેવળજ્ઞાન હેય અને ક્ષાયક દર્શન હેય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણ પામતા નથી. પગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરીયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારિત્રની પણ આવશ્યકતા છે એ ચેકકસ સમજવું.
જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાનો અને સાવધ કાર્યમાં આસકત થયેલ મહાબલ રાજા, છેવટની થડા વખતની પણ સ્થિતિમાં વિશુદ્ધ ચારિત્રની મદદથી સદ્દગતિને પામે.
મહાબળ રાજા. આ જબૂદીપના અવર વિદેહક્ષેત્રમાં વિક્ષાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધીલાવતી નામની વિજય (મેટ દેશ) છે. તે વિજયમાં દેને ક્રીડા કરવાને રવર્ગ સરખે વૈતાઢય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામના વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું.
તે શહેરમાં શતબળ રાજાને પુત્ર અતિબળ રાજા રાજ્ય કરતો હતો. તેને મહાબળ નામને કુમાર હતો. પિતાને મરણ પછી મહાબળ રાજા રાજ્યાસિન પર બેઠે. તે મહાપરાક્રમી હતો. વિધાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણાં વર્ષો વહી ગયાં. તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્ય બીલકુલ ૨૧
For Private and Personal Use Only