________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૧)
ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગે. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમતેમ આળોટતો અને પુરતો હતે એ અવસરે એક અતિશયીક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર શબ્દ કહ્યું. ભદ્ર! આ દુસહ દુઃખથી આકંદ શા માટે કરે છે? તેં પોતે જ આ દુઃખ ઉત્પન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભગવ્યા સિવાય તારો છૂટકે થવાનું નથી. યાદ કર. અર્જુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકર, ગધેડે, શુર, ઉંટ, મુંગે અને દાસીના પુત્ર પણે ઉત્પન્ન થઈ આ દુઃખનો અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મેહથી મૂઢબની તે તે ગહન ભવમાં તું ભમ્યો છે અને છેદન, ભેદન આદિ દુઃખ તું પામે છે.
આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાનો અને ધર્મને અનાદર કરવાને તેને ઘણે પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યો. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઈક શુદ્ધિ અને પાપને પશ્ચાતાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનને જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયો છે,
પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે.
નરસુંદર રાજા પોતાના પૂર્વ ભવો સાંભળી જાતિસ્મરણ પામ્યો. તરતજ કદાચ મૂકી દઈ, નાસ્તિકપણને ત્યાગ કરી, સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધમ બતાવવા માટે ગુરૂકીને આગ્રહ કર્યો
ગુરૂએ કહ્યું. રાજન ! દુર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગિકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મેલપંથના સાધક ગુરૂને ગુઋણે માન. અને કરૂણરસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મપણે ગ્રહણ કર. જીવાદિ નવ તત્વોને જાણું. ભાવથી સત્તા સમ્ય
For Private and Personal Use Only