________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૯ ).
આવી. તે નિરંતરને માટે દુઃખી જ રહ્યો. પિતાના મિત્રોને આનંદ કરતા દેખી પિતાના કદાગ્રહ માટે તેને ઘણે પશ્ચાત્તાપ થયો. પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન જ મળ્યું તેમ હે રાજા ! આ નાસ્તિકવાદને તું ત્યાગ નહિં કરે તો પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુઃખની પરંપરા જ ભોગવીશ.
રાજાએ કહ્યું. ગુરૂરાજ!મેં પૂવે કેવી રીતે અને કયાં દુઃસહ દુઃખને અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણ છો ?
ગુરૂએ કહ્યું. રાજન ! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતા હતા. તે દૃઢ મિથ્યાત્વી હતો. અધમ હલયા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસકત રહેતું હતું. તેમ તે મહાન કદાગ્રહી હતો. તેનું નામ અજુન હતું.
જીવાજીવાદિ તત્વને જાણનાર દઢ સમ્યત્વવાન અને મુનિઓની સેવા કરવામાં નીતિવાળો સુકર નામનો તેને મિત્ર હતો.
અનેકસિદ્ધાંતના પારગામી, સુધર્મ નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહ કરે મધુર વચને અર્જુનને કહ્યું. મિત્ર ! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ ત્યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુનો લાભ કેટલાએક મનુષ્ય લઈ શક્તા નથી.
આલસ્ય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને ક્રીડા આ સર્વ કારણોને પરાધીન થઈ, દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારનો વિસ્તાર કરનાર ધર્મ શ્રવણને લાભ મનુષ્યો મેળવી કે પામી શકતા નથી.
મિત્ર ! આ ધમકવણુ પાપના ! જરૂ૫ પહાડને છેદવા માટે વજ સમાન છે. ક્રોધરૂપ અગ્નિને બુઝવવામાં નિરદ (મધ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદ્શ છે. કલ્યાણરૂપ વૃક્ષોને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્પના સંહાર માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ.
For Private and Personal Use Only