________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭)
સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરૂને નમસ્કાર કરી તેમની સન્મુખ બેઠે. દુંદુભીની માફક ઉદાભસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી શરુ કરી.
ઉત્તમ કર્મ સંબધે દુર્લભ મનુષ્યજન્મ તમને મળ્યો છે. આ વિનાશી માનવદેહની મદદથી, ઉભયલોક હિતકર ધર્મ, તમારે શકયાનુસાર કરી લેવો જોઈએ.
ગુરુનું આ વચન પૂર્ણ થતાં જ રાજા બોલી ઉઠશે. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈ પણ દેખાતું નથી તો પછી પરલોકમાં જવાવાળો આત્મા કેમ સંભવે ? અને પરલોકમાં જવા વળે જ કઈ નથી. તો પછી ધર્મક્રિયા કોને માટે કરવી !
ગુરુશ્રીએ ઉત્તર આપે. પાંચ ભૂતથી અધિક જૂદે આમાં ન હેય તે પછી હું સુખી છું-હું દુઃખી છું, આ હિતકર છે. આ હિતકારી છે. એવું જાણનાર કોણ છે! આ જ્ઞાન કોને થાય છે ?
વળી અમે દીઠું, સાંભળ્યું, સુંઠું, ખાધું, અને સ્પર્યું, અમે વિચાર્યું. ઈયાદિ સર્વે એક કર્તાના કરેલા વિકલ્પ કેમ સંભવી શકે ? "
પહેલાં આંખથી જોયું હતું, પછી આંખ ફુટી ગઈ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણ રાખનાર કોણ! જરૂર ઈદ્રિયથી ભિન્ન આત્મા ભાન જ પડશે ઈત્યાદિયુતિ યુકત વચનોથી છવ, અજીવ, પુન્ય, પાપ, બંધ, મોક્ષ વગેરે તનું રાજાને શ્રદ્ધાન થયું.
રાજાએ કહ્યું અહા! હેમુનિનાથ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજ સુધીમાં મેં અનેક છેને નાશ કર્યો છે. સત્ય બોલવામાં, પરધન હરણ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કોઈપણ જાતની ઓછાશ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહોનિશ કર્યું છે. હે કૃપાળુ મુનિ ! હું વધારે શું કહું.? દુનિયામાં એવું કેઈ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યું હાય. આપના વચનામૃતોથી મારું મિથ્યાત્વ વિષ નષ્ટ થયું છે. પણ
For Private and Personal Use Only