________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
આવ્યું. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાજાએ નેત્ર ઉઘાડયાં અને ચિતામાંથી બેઠે થઈ નીચે ઉતર્યો.
પ્રધાન આ શું! ચિતા શા માટે? અને આ લોકે કેમ એકઠા થયા છે? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું.
મહારાજ! તે દુષ્ટ યોગી આપને ઝેર આપી નાશી ગયો. ઝેર ઉતારવાના પ્રયોગ સર્વ નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણ શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા હતા. અને આ સર્વ પ્રયત્ન તે માટે જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપ્યો. ' કોઈ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયોગથી આપ નિર્વિષ થયા છે એમ મારું માનવું છે. બાકી આમાં સત્ય શું છે તે તો જ્ઞાની પુરૂષો જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મેં આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવન મુનિના શરીરને સ્પર્શને આવેલો પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પશે તો તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળો મનુષ્ય નિર્વિષ થાય છે. આપના સંબંધમાં કદાચ તેમ બન્યું હોય તો તે બનવા મેગ્ય છે. સુમતિ પ્રધાને પોતાની તર્કશકિત દોડાવી.”
રાજાએ નિર્ણય કરવા માટે સુભટને હુકમ કર્યો કે, ઉપરની બાજુ જઈને તપાસ કરે છે, કોઈ સ્થળે ત્યાં કોઈ લબ્ધિવાન મહાત્મા છે ?
સુભટ તપાસ કરી થોડી વારમાં જ પાછા ફર્યા અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકરંડ ઉધાનમાં અનેક લબ્ધિસંપન્ન, મુનિગણથી પરિવરેલા શશીકભાચાર્ય કેવળજ્ઞાની આજે જ સમવસર્યા આવી રહ્યા) છે. દેવો અને દાનવે તેમની સેવા કરી રહ્યા છે
પ્રધાન! ખરેખર મારા નિર્વિષ થવામાં તે મહાપુરૂષનો જ પ્રભાવ છે. ચાલો આપણે ત્યાં જઈએ. રાજાએ હર્ષાવેશથી જણાવ્યું.
“ જેવી આપની આજ્ઞા અને ઈછા ” પ્રધાને નમ્રતાથી સમ્મતિ જણાવી.
For Private and Personal Use Only