________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
આ શ્રુતજ્ઞાન સમ્યગદષ્ટિ જીવોને સમ્યજ્ઞાન તરીકે હેય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હોય છે, તળાવનું પાણી એક સરખું જ હેાય છે તથાપિ પાત્ર, કે મેગ્ય, અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણી ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સર્પના પેટમાં કે તેવા જ ઝેરી યા કર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે કુરતાપણે પરિણમશે, તેમજ તા-સાંભળવાવાળાની યોગ્યતા અાગ્યતાના પ્રમાણમાં ગુર્વાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યફકૃતપણે કે મિથ્યાશ્રુતપણે પરિણમે છે.
આ શ્રતજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરોપમથી કાંઇક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિવડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશ પામે છે,
અવધિજ્ઞાન, ઈદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઇદ્રિની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક-એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આશ્રીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારકીઓને દેવ તથા નારકીના ભાવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવનો ગુણ છે. જુઓ કે તેમને અવધિજ્ઞાન કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તેનો ક્ષયોપશમ તેમને થાય છે.
મનુષ્યોને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણપ્રત્યય કહેવામાં આવે છે. બીજી અપેક્ષાએ અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામિ. ૧. અનુગામી ૨, વર્ધમાન ૩, હીયમાન ૪, પ્રતિપાતિ. ૫ અપ્રતિપાતિ. ૬ નેત્રની માફક સ્થળાંતર કે
For Private and Personal Use Only