________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૩)
આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળો , અગર ઉપરથી પડીને મરી જા.” “ પહાડ સમી નજર કરી ધમાં માતાએ જવાબ આપ્યો.
વહાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠેર વચને સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણુ લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળ ખાઈ સુધા શાંત કરી.
ત્યાંથી નજીકના ભાગમાં યુગંધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યોની પર્ષદ આગળ ધર્મ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરૂને દેખી મને જાણે આનંદ થયો. તેમને નમસ્કાર કરી, લોકેની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી. ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું. ભગવાન ! મારા જે કોઇ દુઃખી જીવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરૂએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આ પતાં કહ્યું-ભદ્રે ! નિર્નામિકા ! તને દુઃખ કયાં છે ? વિચાર કરતાં આ વાતની તને ખાત્રી થશે કે “મને દુખ નથી' અર્થાત તારા કરતાં વિશેષ દુઃખી છો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુઃખ આગળ તારું દુઃખ કાંઈ પણ ગણત્રીમાં નથી.
બાઈ ! શ્રોત્ર ઇદ્રિયના વિષયમાં આવતા સુંદર કે અસુંદર શબ્દો તું સાંભળી શકે છે સારાં કે નઠારાં રૂ૫, તું જોઈ શકે છે. સુરભી કે દુર્ગધી ગંધ તું જાણું શકે છે. ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લેકમાં પ્રકાશ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિકને અનુભવ તું લઈ શકે છે, સુધા, તૃષા, શીત, આતાપાદિકનો પ્રતીકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે. રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર ૧૮
For Private and Personal Use Only