________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯)
ઉપરથી મમત્વનો ત્યાગ કરનાર અંતર્મુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાર્થ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઈએ. મને કયાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે ? તે મારે શોધી કાઢવું. આમ નિર્ણય કરી તેની ગવેષણમાં તેમણે પ્રવેશ કર્યો. તપાસ કરતાં કરતાં પુત્ર ઉપર, કુટુંબ ઉપર, મહેલાદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કામે ઉપર જ્યાં જ્યાં મમત્વ હતો, જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક જ્ઞાનથી કાઢી નાખ્યું.
મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થશે. પરમશાંતિ અનુભવવાથી આભા કર્મબોજાથી હલકે થયો હોય તેમ જણાયું. આ શાંતિનો અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું ભાન છૂટી ગયું. પ્રભુ ઉપરનો તારક સનેહ, પણ ગમે. છેવટે તમય ભાવ પામતાં. આત્મામાં લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી ધ્યેયસ્વરૂપ થઈ રહ્યાં અર્થાત કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના રધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણ પદ પામ્યાં.
આ અવસર્પિણ કાળમાં મારુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દે ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં-જળશરણ (પ્રવાહિત) કર્યું. * છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજ સમવસરણુમાં આવ્યો. પ્રભુને વંદન કરી ચગ્ય સ્થાનકે બેઠે.
પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાન, અંધકારવાળા મોહ રાત્રી વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલોક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું છે. તે અટવીમાં ચાર બાજુ પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠયો છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ વાયુ પુર જેસમાં ફુકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતો પ્રમાદ: અમિ, આ ગાઢ નિદ્રામાં ઘોરતાં જીવોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
For Private and Personal Use Only