________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩)
વનો ત્યાગ કરી સત્યનો આદર કરે. સત્યનો આદર નહિં કરનારા મિથ્યાદષ્ટિ જ નાના પ્રકારની ક્રિયાઓ કરે, તપશ્ચર્યા કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે તથાપિ તે કદાપિ મેક્ષ મેળવી શકતા નથી.
મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુઃખરૂપ છે. તેમાં આસક્ત થયેલા જીવો, દુઃખની પરંપરા પામે છે. તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે.
પૂર્વે કાંતિપુરીમાં નરસુંદર રાજા રાજ્ય કરતો હતો. તે કલીસ્ટ અધ્યવસાયવાળે, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતો.
મિથ્યાત્વનું ઉમૂલન કરનાર, જીવાજીવ તત્વમાં પ્રવીણ, બુદ્ધિજે નિધાન સુમતિ નામને તેને પ્રધાન હતા. - ચંડપુર શહેરમાં ચંદસેન નામને, નરસુંદર રાજાને સામંત રાજા રહેતા હતા. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કંટાળ્યો હતો. નાના પ્રકારની મંત્ર, તંત્રાદિ મલિન વિદ્યામાં કુશળ, પિતાના આળમિત્ર યોગીને બેલાવી, નરસુંદર રાજાને કોઈપણ પ્રગથી મારી નાખવાની તેણે પ્રાર્થના કરી. યોગીએ કહ્યું- શાંત થા. હું તારો મનોરથ બનતા પ્રયત્ન પૂર્ણ કરીશ. યોગીનો વચનેથી ચંડસેન ઘણે ખુશી થશે. હર્ષાવેશમાં પિતાના શરીર પરનાં તમામ અલંકારે તેને આપી દીધાં. યોગી કાંઈક આડંબર કરી કાંતિપુરમાં આવ્યો. ગામબહાર જાહેર સ્થળે ઉતારે કરી, મંત્ર, તંત્રાદિ પ્રયોગથી લોકોને ખુશી કરવા લાગ્યો. આ વાતની રાજાને ખબર પડતાં, યોગીને તેણે પિતાની પાસે બેલા. મેગી રાજસભામાં આવ્યું. રાજાએ આસન અપાવ્યું. શાંત ચિત્તે તે આસન પર બેઠે.
રાજાએ વિનયથી કહ્યું. યોગીરાજ ! તમારું આગમન કયાંથી થયું છે? યોગીએ કહ્યું. રાજન ! યોગી પુરૂષે ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી, ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ તમારા માટે આવ્યો છું.
For Private and Personal Use Only