________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યફ દ્વાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચોથા ગુણસ્થાનક થી છે. આઠમા ગુણસ્થાનકે ક્ષેપકોણિ (કમ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ શ્રદ્ધાન પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જે નિશ્ચય કર્યો, તે જ અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે. - આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરવો પડે છે. અનંતાનુબંધી આ નામ પ્રમાણે જ તે કષાય(ક્રોધ, માન, માયા, લોભ )માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય-બંધાય–જેનાથી–જે કરવાથી તે અનંતાનુબંધી.” આ કષાયની મદદથી યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપર્યત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની મદદથી આત્મા અનંતકર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુ-બંધી, અથવા જે કષાયની સહાયથી જીવને પૌલિક સુખ સંબંધી અનંત ઇચ્છાઓ લંબાયેલી હેય (થાય) છે તે અનંતાનુબંધી.
આત્મગુણનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઈચ્છાએના તંતુએ તૂટી જાય છે. પગલિક સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજપર્યત જે નીચે (પુગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ એટલે છે કે આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મમાટે આયુષ્યને બંધ નિકાચીત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણું જ ફાયદે છે, પણ પૂર્વે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે, આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મેહનયનો પ્રબળ ઉદય થાય તે ફરી અનંતાનુબંધી કષાયને બંધ પણ તે કરે છે. ક્ષય થયેલી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી ઉદ
For Private and Personal Use Only