________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ કરે તેં તેને મિત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદગલ દવા જેવાં અશુદ્ધ પરિણામ-યા-અધ્યવસાયને અનુભવ કરે તો તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત તેની વિશુદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે, છતાં તેણે એક વાર વિશુદ્ધિને અનુભવ કરેલ હોવાથી તે વધારામાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન (કાળનું ભાપવિશેષ) કાળથી વિશેષ વખત સંસારમાં પર્યટન કરતા નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણપદ અવશ્ય મેળવે છે.
આ ત્રણે સમ્યકત્વ ઓછામાં ઓછા અંતમુહૂર્ત જેટલો વખત બન્યાં રહે છે. ઉપશમ સમક્તિ એક જવને પાંચ વાર આવે છે. ક્ષયપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયક સમ્યક્ત્વ એક વાર આવે છે અને તે પાછું કોઈ વખત જતું નથી. * ક્ષયોપશમ, કેળાયેલા પાણી સરખું મલિન છે. ઉપશમ નીચે બેઠેલા મેલવાળું નિર્મળ છે અને ક્ષયિક કેવળ નિર્મળ છે.
પરિણામની વિશુહિથી નિર્મળ ક્ષાયક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માસુદેવાજી નિવાણપદ પામ્યાં. તેવી જ રીતે સર્વ એ આત્મગુણ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઈએ.
માદેવાજી આ ભારતભૂમિ ઉપર એક વખત એ હતો કે, જ્યાં યુગલિક મનુષ્યનું જ સામ્રાજ્ય હતું. તે લકે ઘણું ભોળાં અને સરલ સ્વભાવનાં હતાં. લોભ કે મમત્વ ભાવ ઘણું જ ઓછો હતે. અત્યારના વખતના મનુષ્યમાં વિષય-કષાયની જે હદ ઓળંગાઈ ગયેલી જોવામાં આવે છે તેના હજારના ભાગે પણ તે વખતના જીવમાં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષો (કલ્પવૃક્ષે) એટલાં ફળદ્રુપ હતો કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રો, ખાવા માટેનાં વાસ અને પ્રકાશ
For Private and Personal Use Only