________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
ઈત્યાદિ તેનાં દુઃખને યાદ કરી, રૂદન કરતી અને સુરતી પુત્ર વિગી માતા, નવા જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતીને સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરે ઉપર લલી છાયા(સેવાલ) આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી (ઝાંખ) આવી ગઈ.
ભરતરાજા જ્યારે મારૂવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શ, તેઓ તેને એ આપી કહેતા હતા કેબેટા ! તું તે દૈવિક વૈભવવાળા રાજ્યને ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તો કર. આ મારો પુત્ર રીષભ કેટલું દુઃખ સહન કરે છે. ? મારો પુત્ર છે એટલે મને તો મમતા આવે, પણ ત્યારે તે જન્મદાતા છે, એટલે પિતાના ત્રણમાંથી મુકત થવું એ ખરે. ખર દુકપ્રતિકાર છે; છતાં તું આટલે બધે નિશ્ચિત કેમ દેખાય છે ? અલ્પ યાને તુચ્છ રાજ્યવૈભવમાં તું હિત કેમ થઈ રહ્યો છે? સૈલેકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતા નથી ?
ઇત્યાદિ પિતામહી (બાપની માતા) તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું. માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આપ શ્રાવણુ કરશો ?
માતાજીએ કહ્યું. તું શું કહેવા માંગે છે તે બેલ. - ભરતે કહ્યું. મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી ઋદ્ધિ કે સુખ બીજા કોઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્નો છે (જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તો અમૂલ્ય છે કે આ લોકનું સુખ ઇચ્છનાર યાને પગલિક સુખની ઇચ્છા રાખનાર દુનિયાના છો આગળ તેની કીંમત થઈ શકે તેમ નથી.
માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઇદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગદ્વેષ વિનાના યુનિઓ-મહાત્માઓ. અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી ! ખેદ નહિ કરે. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ઠાને સૂર્ય જયારે પૂર્ણ
For Private and Personal Use Only