________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
ધણો લાંબે વખતનો સમાવેશ થાય છે ) સુધી ટકી રહે છે. ઓછામાં ઓછો વખત અંતર્મદત્ત જેટલો છે.
આ સમ્યકૂવામાં પણ કષાયની મંદતા અને પરિમાણની વિશુદ્ધ તાની તો જરૂર છે જ, છતાં ક્ષાયક કરતાં આમાં વિશુદ્ધતા ઓછી હોય છે. આ સમ્યક્ત્વની પરાકાઇ પછી (છેલ્લી વિશુદ્ધિમાંથી) ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટ થાય છે, આ સમ્યક્ત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે.
ઉપશમ સમ્યકત્વ પૂર્વે કહેલી મોહનીય કર્મની સાત પ્રકૃતિઓને (રાખથી ભારેલા અગ્નિની માફક) ઉપશમાવવી ( વર્તમાન કાળમાં અંતમ્હૂર્ત જેટલા વખતપર્યત પ્રદેશથી કે વિપાકથી નહિ વેદવી) તેને ઉપશમ સમ્યક્ત્ર કહે છે. પરમઉપશમ (શાંત યાને સ્થિર) ભાવમાં રહેતાં આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્તિનો ક્રમ એ છે કે-અનંત કાળથી નાના પ્રકારની નિઓમાં પરિભ્રમણ કરતાં ભવિતવ્યતાના નિયોગથી કે કર્મપરિણતિના નિયોગથી સંપિચેંદ્રિયપણું મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક બેડોળ પથ્થરો, અથડાઈ પછડાઈને ગળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતીના ચોગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કોડાકોડી સાગરેપમની અંદર પાપમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં–આ ઠેકાણે તે જીવને રાગ દ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેધા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત જે વિશુદ્ધિના જોરથી તેઓ અહીં સુધી-આ સ્થિતિ સુધી આવી પહોંચે છે તેથી વિશેષ વિશુદ્ધિની હવે તેમને આગળ વધવામાં જરૂર પડે છે. તે સિવાય તેઓથી આગળ વધી શકાતું નથી. તે વિશુદ્ધિ એ જ કે રાગ, દ્વેષની એાછાશ કરવી.
For Private and Personal Use Only