________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૭)
પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વજનાભ ચકવર્તી થયા. છઠ્ઠો તેમને સારથી થયો. છએ જણાએ વજસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધુ તેમાં વજનાભ ચૌદપૂર્વી શકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે અગીયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું તેમાં છો સારથી સાધુ હતો તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતા હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કરી, તેમાં બીલકુલ પ્રમાણ કરતો ન હતો.
એક દિવસે વજસેન તીર્થ કરના મુખથી તેણે સાંભળ્યું કે આ વજનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે. તેમનું નામ રીષભદેવજી થશે- વિગેરે. ત્યાર પછી ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છવો દેવપણે ઉત્પન થયા. તે લલીતાંગ દેવને જીવ હમણું રીષભદેવજી તીર્થકરપણે ઉત્પન્ન થયે છે. બીજા ચાર મિત્રે ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકોને જીવ હું અહીં શ્રેયાંસકુમારપગે જ . આ પ્રભુનાં દર્શનથી મને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જાણવું છે.
મહાનુભાવો ! તમે પણ તીર્થકરાદિને - સાધુઓને આ પ્રમાણે ( દોન આપે.
ઇત્યાદિ શ્રેયાંસકુમારનો વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે-અજ્ઞાનતાથી પશુની માફક પિતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગૃત કર્યા.
રાજપુરૂષોએ કહ્યું. આજનાં ત્રણે સ્વપ્નને અર્થ અત્યારે પ્રગટ થયો તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન -આપવારૂપ મહાન લાભ થશે.
ન હોત
જ સ
ઉદર
For Private and Personal Use Only