________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૧)
વિગેરેના પરિમાણને જાણે છે ત્યારે મનુષ્યપણું સાધારણ છતાં કેટલાક મનુષ્યો આ માંહીલું કાંઈ પણ જાણુ શકતાં નથી તેનું કારણ શું? આ જાણપણાનું અને નહિ જાણવાનું કારણ જ્ઞાન અભ્યાસ કરેલો અને નહિ કરેલો, જ્ઞાનનું દાન અન્યને કરેલું અને નહિ કરેલું, જ્ઞાનમાં અન્યને મદદ આપેલી અને નહિ આપેલી તે જ છે.
અહીં કોઈ શંકા કરે કે, જ્ઞાન કોને કહેવું? જ્ઞાનનો ખરા અર્થ શું? શું પૃથ્વીનું જ્ઞાન થવું ? સૂર્યચંદ્રની સંખ્યા કરવી? ધાતુ, રસાયણ અને અંજસિદ્ધિ આદિનું જાણપણું કરવું ? ભૂત, પિશાચાદિના મંત્ર સિદ્ધ કરવા? પહાડ, નદીઓ વિગેરેની ગણતરી કરવી કે જીવ, અછવાદિ ભાંગાએ ગણું કાઢવા તેને જ્ઞાન કહેવું ?
મહાપુરૂષ તેના ઉત્તરમાં કહે છે કે-આત્માનું જ્ઞાન કરવું તે - જ્ઞાન છે. આત્મા કોને કહે ?
તેનાં લક્ષણો જાણવાં, તેને નિશ્ચય કરે, તે કમથી બંધાયેલો છે? બંધાયે હેય તે શા કારણથી? તે મુક્ત થઈ શકે છે? થઈ શકે તો કેવાં નિમિત્તોથી ? વિગેરેનું જાણપણું કરવું અને પવિત્ર નિમિત્તો મેળવી આત્માને વિશુદ્ધ કરો. આ જ જ્ઞાન છે. આને માટે જ આ સર્વ વિસ્તાર છે. તે સિવાયનું જ્ઞાન તે આત્મવિશુદ્ધિ માટે નથી.
આત્મજ્ઞાન તે જ જ્ઞાન કહી શકાય, તો પછી “જ્ઞાનીઓ આ - સર્વ પૃથ્વીને જાણે શકે છે “ ઇત્યાદિ પૂર્વે શા માટે બતાવ્યું? - આને પ્રત્યુત્તર આ પ્રમાણે છે. આત્માને જ્ઞાતત્વ (જાણવાપણું) ધર્મ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં તે સર્વ પદાર્થો જાણી - શકશે જ. પણ તેથી એમ સમજવાનું કે કહેવાનું નથી કે આ સર્વ વસ્તુઓ જાણવી જ જોઈએ અથવા જાણવું તે આત્મજ્ઞાન છે. નિર્મળ અરિસામાં સામે રહેલી સર્વ વરતુઓ પ્રતિબિંબિત થશે યા દેખાઈ આવશે. તેમ નિર્મળ આત્મા તે સર્વ વસ્તુઓને જાણી શકશે, પણ મનુષ્યને મુખ્ય ઉદેશ આત્માને વિશુદ્ધ કરવાને અને જન્મ,
For Private and Personal Use Only