________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૯)
આ દશા જ આલંબન કરવા યોગ્ય છે. આ પાંચે અવલંબનથી ધ્યાતા ધ્યેયરૂપે થાય છે. અને ક્રમે છેવટનું પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરે છે. આમ હેવાથી આ નમસ્કારમંત્ર દ્વાદશાંગીના સારભૂત છે. સર્વ કાળમાં તે શાશ્વત સ્વરૂપ ગણાય છે.
જેઓ અતીત કાળમાં મેક્ષે ગયા છે, વર્તમાન કાળમાં (કઈ પણ સ્થળેથો) મેક્ષે જાય છે. અને ભાવી કાળમાં મેક્ષે જશે, તે સર્વે આ મહામંત્રાધિરાજમાં રહેલા મહાપુરૂષનું આલંબન લઈને જ. આ પરમ મંત્ર છે. પરમ તત્વ છે. ત્રણ જગતને પવિત્ર કરનાર છે. શ્રત કેવળીઓ પણ પિતાની યોગ્યતાને લાયક આ પાંચ પદમાંહેલા મહાપુરુષનું જ સ્મરણ કરે છે. આ ચૌદપૂર્વના સારભૂત નવ કારમંત્ર જેમના મનમાં રહે છે, જેઓ તેમનું અવલંબન લે છે, તેમના જેવા થવાને પ્રયત્ન કરે છે તેમને સંસાર શું કરવાનું છે?
સુદર્શના ! આ પ્રભાવિક પંચમંગલ મહામૃતસ્કંધનું ફળ તે પોતે પ્રત્યક્ષ અનુભવ્યું છે. હવે જ્ઞાન તરફ વધારે લક્ષ આપવાની જરૂર છે.
જ્ઞાનથી પુન્ય, પાપ અને તેનાં કારણે જાણવામાં આવે છે. મનુ પુન્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ જ્ઞાનથી જ કરી શકે છે. પુન્યમાં પ્રવૃત્તિ કરવાથી સ્વર્ગનાં અને પરંપરાએ અપવગનાં સુખ મળે છે. પાપથી નિવૃત્તિ પામતાં નારકી તિર્યંચાદિના દુઃખથી મૂકાવાનું થાય છે. જ્ઞાન નિર્વાણનું કારણ છે. ચાર ગતિના ફેરાનું નિવારણ કરનાર જ્ઞાન છે.
ઉત્તમ મુનિએ પણ જ્ઞાન સિવાય કયારે પણ ઉત્તમ સુખ પામી શકતા નથી. સગપક્ષી છતાં જે જ્ઞાનવાન હોય તે જ દઢ સમ્યકત્વ પામી શકે છે.
તીવ્ર તપશ્ચર્યા કરતાં અને સંયમ પાળવા છતાં, જ્ઞાન સિવાય સમ્યકત્વ મેળવી કે પામી શકાતું નથી. જિને ધર્મની દીક્ષા લઇને
For Private and Personal Use Only