________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૩)
જ્ઞાન છે. જેમાં નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ જિનેન્દ્રપદ પામે છે ત્યારે જે. પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું?
જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણું, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે પણ જ્ઞાનદાનને વિભાગ કહેવાય છે.
દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પનર દિવસે એક કલાક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂક ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત . થોડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છ પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તો માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તો શું કહેવું ?
આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે.
વખત વિશેષ થઈ જવાથી બીજા દર્શનચારિત્રાદિ રત્નના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરૂમહારાજે પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજા, સુદર્શના, શીળવતી, સાર્થવાહ વિગેરે સર્વ રાજમંડળ ગુરૂને નમસ્કાર કરી ગુરૂપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછાં ફર્યા. સદના અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ પિતાનો સંપૂર્ણ સામગ્રીવા મહેલ આવે. સુદર્શના સપરિવાર ત્યાં આવી રહી. તેની સર્વ વ્યવસ્થા રાજાએ પિતે પિતાના માણહારા કરાવી આપી. - દેવદર્શન, ગુરૂદર્શન, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, સ્વધર્મીવાત્સલ્ય, દીનજનેનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળે,
For Private and Personal Use Only