________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૫) આવક રિદ્ધિવાન છોને દેખી તું પિતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા છે પણ કોઈ આધિથી, કઈ વ્યાધિથી તે કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે.
સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણું મનુ વિશેષ દુઃખી છે. માતંગ, મેતાર, ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્ય ઉત્પન્ન થાય છે. લોકો તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકે પિતાના થતા પરાભવનું કેટલું બધું દુઃખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે?
મૂખ, કાણુ, કોઢીઆ, મૂંગા, આંધળા, બહેરા, હંઠા, હાથ પગ -નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્ય અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા જીવોને, તેનામાં દોષ ન હોય છતાં ખોટા દેષનો આરોપ મૂકી, રાજપુરૂષો તેને કારાગૃહ-બંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુસહ વિડંબનાએ સહન કરે છે.
ઇષ્ટ વસ્તુના વિયોગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુઃખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્પો જળ, અગ્નિ તથા વિષ, શસ્ત્રાદિકથી પિતાનો ઘાત કરે છે.
ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુઃખ-વાળા સંખ્યાબંધ જીવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એકલા આત્માને જ દુઃખી કેમ માને છે ?
તારે સુખી થવાની જ ઈચ્છા હોય તે તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવાં શારીરિક કે માનસિક દુઃખનું ભાજન ફરી તું નહિ થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરૂરાજનાં વયને સાંભળી હર્ષ પામેલી નિર્નામિકાએ કહ્યું. પૂજ્ય ગુરૂશ્રી ! જે હું ધર્મને ... હેલું તો મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવે.
For Private and Personal Use Only