________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪)
કરવા માટે તેને જ્યોતિને પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળાનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કયાં છે?
દુઃખનો અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુઃખને અનુભવ કરનાર છનાં દુઃખાનું હું તારી પાસ વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હૃદયવાળા માણસના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઇને સાંભળ.
સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી-સ્થાનના કારહુથી નાના પ્રકારના દુઃખને અનુભવ કરે છે. અહી વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના છે. જો ભગવે છે. તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં છ અનંતગુણી વધારે વેદનાનો અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘેર અંધકાર છે. પાંચ ઈદ્રિયનો વિષય તદન પ્રતિકૂળ યાને અશુભ છે. એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુખને અનુભવ કરે છે.
વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણા કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિની ત્રણ નરકમાં ત્રણે પ્રકારનું દુખ છે. પરમાધામી દે પણ તેમને દુખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ નારકીના જીવનને સુખ નથી. નારકીએ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરુણુ યા દયાસ્પદ આ છો, પરવશપણે દુસહ દુઃખને અનુભવ અસંખ્યાતા કાળપર્યત કરે છે. નિરંતર દુઃખમાં પચાવાય છે.
આ તિર્ય –જનાવરોના સામી તે તું નજર કર, અહા ! કેવા આકર દુઃખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા, વધ, બ ધન, તાડન, તજન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કયું દુઃખ છે?
For Private and Personal Use Only