________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૨)
ગંભીર અને મધુર દુંદુભીનો નાદ કર્યો અને અહે દાન ! અહે દાન! વિગેરે શબ્દની ઉધોષણા કરી તે સ્થળે સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી.
રીષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્યો એકઠાં મળ્યાં. સોમપ્રભ રાજા પણ ત્યાં આવ્યા. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસ કુમારને પૂછવા લાગ્યા કે-કુમાર ! અમે પૂર્વે કઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તે તે વાતની તમને કેમ ખબર પડી ?
શ્રેયાંસે કહ્યું. હું આ પ્રભુની સાથે આઠ 'ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે.
લોકોએ કહ્યું. કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશો.
કુમારે કહ્યું. હું તમને તે વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અતિવાળા કુટુંબમાં મારું નામ પણ કોઈએ સ્થાપન ન કર્યું, છતાં લોકો મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું. કોઈ એક પર્વના દિવસે ધનાઢયોનાં બાળકોને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! આજે સારું ખાવાને ઓચછવ છે. તમે આપણે ઘેર કરશો !
ભા, ક્રોધ કરી બેલી ઉઠી. અહા ! પાપણું, આજે હું તારો ઓચ્છવ કરૂં . ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારું ખાવાનું જોવે છે. જા,
For Private and Personal Use Only