________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૭)
મન-૫યવજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એટલે સંસી પંચેદિય જીના મનના પુદ્ગલોને-મનપણે પરિણુમાવેલા પુદ્ગલોને જાણવાનું સામર્થ્ય.
અઢીદ્વીપ, સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સંસીપચેન્દ્રિય જેના મનમાં રહેલા યાને મનપણે પરિણાવેલા પુદગલોને આ મન:પર્યવઝાની જોઈ શકે છે. મનના બારિક પુદ્ગલોને જ્ઞાન થવું તે પરિણામની વિશુદ્ધિને જ આભારી છે. અમિત (અપ્રમાદિ) દશાવાળા મુનિઓને આ જ્ઞાન થઈ શકે છે.
મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. જુમતિ અને વિપુળમતિ. પહેલા કરતાં બીજો વિશેષ વિશુદ્ધ જઈ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે રૂજુમતિ-અને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી વિશેષ પરિણમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિંતવેલાં મનનાં પુલોને જાણવા તે વિપુળમતિ. જેમકે રજુમતિવાળા માણસ આ મનુષ્ય અમુક વસ્તુ કે દ્રવ્ય ઘટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણું શકશે. ત્યારે વિપુળમતિવાળે–આ વતુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સર્વ જાણી શકશે. આ જ્ઞાન જઘન્યથી અંતર્મદૂતં (બે ઘડી) પર્યત રહે છે. વિશેષમાં ઉત્કૃષ્ટ) પૂર્વ ફ્રોડ વર્ષ પર્યાત બન્યું રહે છે. તીર્થકર સિવાયના બીજા જીવોને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઈ શકે છે.
કેવળજ્ઞાન, કેવળજ્ઞાન એટલે પૂર્ણજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુના સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત આવ્યા પછી કાયમ બન્યું રહે છે. તેમાં ઇદ્રિય કે મનની બીલકુલ અપેક્ષા નથી. અર્થાત્ ઈદ્રિય કે મનની મદદ સિવાય સર્વ વસ્તુ જાણી જોઈ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી, તથાપિ અપેક્ષાએ ભવસ્થા, અભવ..
For Private and Personal Use Only