________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સર્વ સ્થળે તેની સ્થીતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અવધિજ્ઞાન. ૧
ક્ષેત્ર પ્રત્યયી ક્ષયોપશમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપર્યત ટકી રહે તે અનનુગામિક અવધિજ્ઞાન. ૨
પ્રશસ્ત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઈધનની માફક પૂર્ણ સ્થિતિ પર્યત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રડે તે વર્ધમાન. ૩
વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથવિધ ઉત્તમ સામગ્રીના અભાવે, પરિણામની હાનિથી હળવે હળવે ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન. ૪
ઉત્પન્ન થયેલું જ્ઞાન. પરિણામની મલિનતાથી એક સાથે, સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપતિ અવધિજ્ઞાન. ૬
ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણ સ્થિતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬
આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઇ અધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ થઈ શકે છે. દેવ, નારકીઓને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રીશ સાગરેપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિર્યંચને આશ્રી અનિયમિત રિથતિ છે. દેવ, નારીઓને તેમના આયુષ્યપર્યત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે.
સમ્યગુદષ્ટિ વિનાના કેટલાક જીવોને આ ત્રણ જ્ઞાન કર્મની ક્ષપશમતાથી થાય છે. (પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન–વાને વિર્ભાગજ્ઞાન કહેવાય છે ઇંદ્રિયોની અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરનાં કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ કે સ્પષ્ટ રીતે જાણે કે જોઈ શકતા નથી, આ અવધિજ્ઞાન પાંચ ઈદ્રિયવાળા સંસીને થઈ શકે છે.
For Private and Personal Use Only