________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૯) હય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યા હોય, ફરી કર્મોને સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું હોય તે કર્મને ક્ષય થાય છે. આ ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
આ પાંચ જ્ઞાનમાં મૃતજ્ઞાન, સ્વ-પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મુંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન બેલતા મનુષ્ય જેવું કેવળજ્ઞાની તીર્થકરો પણ શ્રતજ્ઞાનરૂપ શબ્દોથી બોલીને જ અન્યને ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાએક કેવળજ્ઞાનીઓ છતાં-ભાષાવર્ગણાનાં પુદ્ગલો (વાચા) ન હોવાથી, જાણવા છતાં બીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતાં નથી, માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભાવમાંથી તારે ઉદ્ધાર કરનાર પણ મૃતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવું જોઈએ. ગુરૂના ઉપદેશક વચનેનું સ્મરણ રાખો, બનતા પ્રયત્ને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ.
શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણ પામી, ગુરૂના અભાવવાળા વખતમાં અનેક જીવને ધર્મન-ધાનને રસ્તો બતાવ્યો હતો.
શ્રેયાંસકુમાર, આ ભારતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે રીષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યોને આંતરિક કરુણાથી નીતિમાર્ગથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક માર્ગ બતાવવા માટે, પાછળની અવસ્થામાં, સ્વ–પર હિતકારી ચારિત્ર ભાગે તેમણે અંગીકાર કર્યો હતો.
મૌનવ્રત ધારણ કરી, શરીરથી પણ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહને સહન કરતાં, આત્મધ્યાનમાં મગ્ન થઈ, પૃથ્વીતળપર વિચરવા લાગ્યા. તે વખતના લોકો ધનાઢય અને સુખી હતા. એટલે ભિક્ષાચરે કેવા હોય ? અને તેને ભિક્ષા કેવી રીતે આપવી ? તેનું તેમને ભાન ન હતું.
For Private and Personal Use Only