________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
કિનારા પર સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ રૂષભદત્તને પૂછયું-ભાઈ! આ કિનારા પર યુહના જે દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે ?
શ્રેણીએ કહ્યું- રાજકુમારી. આ સામે લશ્કરી પિશાકમાં સજ્જ થઈ ઊભેલો લાટ દેશનો રાજા જિતશત્રુ છે. તે ઘણે ધર્મિષ્ઠ પુરૂષ છે. ટૂંકામાં જ તેના ગુણનું વર્ણન કરતાં હું આપને કહું છું કે એક મહાપુરૂષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરંતર ભય પામતો રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદીપને રાજા આપણા પર ચડી આવ્યા છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયારી કરતા જણાય છે.
સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું-ભાઈ! તમે જલ્દી કિનારે જાઓ અને અહીં મારું આગમન જે નિમિત્તે થયું છે તે રાજાને નિવેદિત કરે; નહિતર થોડી વારમાં અનર્થ થશે.
રાજકુમારીની આજ્ઞા માન્ય કરી, તરતજ એક નાની હોડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટે ચઢાવી રીષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહો.
દરથી રાજાને નમસ્કાર કરી રીષભદર રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે તેટલામાં વહાણે પણ બંદરમાં પહોંચ્યાં. નિર્યાસકોએ વહાણ ઊભાં રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાંગરે નંખાયાં. નાના પ્રકારનાં મંગલિક કરવાપૂર્વક રાજકુમારી શીયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભે હતો તે તરફ ચાલી. " કુમારી આવી પહોંચવા પહેલાં રીષભદત્તે ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્તે થયું હતું તે જાણી રાજા ઘણે ખુશી થશે અને પોતાની સ્વધર્મી બહેન જાણી તેણીને ઘણે સત્કાર કર્યો.
For Private and Personal Use Only