________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૭).
ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઉછળે છે, તેમ ગુણાનુરાગથી તેનું હૃદય ઉછળવા લાગ્યું. તેનું મન અનુદન કરવા લાગ્યું. અહા ! આ મુનિએ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાન છો છે. આવા સદાચારવાળા મુનિઓ જ સંસાર તરી શકે છે. આવા મહાત્માઓ જ કર્મસુધાત દૂર કરી શકે છે. વિષયાભિલાષનો દારૂણ વિપાક આ મહાપુરૂષોએ જ જામ્યો છે. ઉપશમભાવના જલપ્રવાહ થો ક્રોધાગ્નિ આ મહાનુભાવોએ જ બુઝાવ્યું છે. સંસારરૂ૫ વિકટ ઝાડીવાળી અટકાવીને બાળવાને તેઓ જ દાવાનળ સરખા છે. કર્મ, સંતાનનું નિમંથન આમણે જ કર્યું છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમણે શોષાયું છે. તેઓ શરીરે દુર્બળ છતાં, મોહ વૃક્ષનું ઉમૂલન કરવાને ગજેંદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાનું છે. સમગ્ર જંતુસંતાનનું પાલન કરવાને જેઓનું અંતઃકરણ કરુણામય થઈ રહ્યું છે, છતાં કંદર્પરૂપ હસ્તીના કુંભસ્થળનું વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના ગેનો નિરોધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલાં પ્રાણિગને, ધર્મદેશના આપી, શાંત કરવા માટે તે યોગોનો સદ્ઘપયોગ કરે છે. ઉત્તગ પધરવાળી યુવતિઓને તેમણે ત્યાગ કરેલ છે તથાપિ તપલક્ષ્મી (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક રાજા, મહારાજાઓ, દેવ, દાન આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કર્ષ–ગર્વ ન કરતાં સર્વ જીવોને તેઓ પોતાની માફક ગણે છે. આ મુનિઓએ કામને જીત્યો છે તથાપિ મેક્ષવધૂમાં તે વિશેષ સ્પૃહાવાળા જણાય છે, કેમકે આમિક પ્રયત્નથી સાધ્ય નિર્વાણ માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. તેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનનો તેઓ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂ૫, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય અને જ્ઞાનવાળા પિતે છે, તથાપિ તેના મદ ઉપર તે ગજેન્દ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે.
For Private and Personal Use Only