________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫)
નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક જીવો બેધ પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતો હતે. મુનિએ પરમ ઉપકારી છે તેનું ભાન અનેક જીવોને થતું હતું. વિચારવાની છ આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉભાગે ચાલનારાઓ આ કુમારીના દષ્ટાંતથી સમાગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધર્મી મનુષ્ય ધર્મનું માહાતમ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાન થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્ત કારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉધાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતા.
કરંટ નામનું ઉધાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું, ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદર્શનાના દેખવામાં આવ્યું. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતા, તેની જડ જમીનમાં ઘણી ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રચાખાઓ, ઘટાદાર પત્ર, વિસ્તારવાળો ઘેરા અને ઘાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવોને તે ઉપગારી હતા.
પૂર્વે સભળીના ભાવમાં સુદશના આ વૃક્ષ પર રહેતી હતી. તે વૃક્ષને દેખી લાંબે નિસાસો મૂકી સુદર્શના ચિંતવવા લાગી. અહા ! કે દુરંત સંસાર ? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીરે ધારણ કરી, સંસારી છે મારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદના આગળ ચાલી. થોડે છેટે જતાં જ સાધુઓને ઉતરવાનું રહેવાનું થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણ થયું હતું તે સ્થાને દેખતા તેના વૈરાગ્યમાં વધારો થશે. ત્યાંથી થોડે આગળ ચાલતાં પિતાના ચોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિએ તેણીના દેખવામાં આવ્યા.
કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગોહિ
For Private and Personal Use Only