________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૫૪)
તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેમે અમને પાછી સોંપી છે, તો પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું?
આ મારી રાજ્યરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરે તો પણ તેના ઉપકાર આગળ થેડી જ છે, છતાં એક દિવસમાં અશ્વ જેટલું દડે અને હાથી બીજી બાજુ દડે તેટલું રાજ્ય રાજકુમારી સુદર્શનાને હું ભેટ તરીકે અપું છું. તેનો ઉપભોગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દોડાવ્ય અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અરત થાય ત્યાંસુધી એક હાથીને દેડાવ્યો. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘડે ઊભે રહ્યો, ત્યાં રાજાએ ઘેટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભો રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાં સુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાને આયે. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સે ગામ સુદર્શનને આપી, પિતાની સાધર્મિક વાત્સલ્યતા યાને સજજનતા બતાવી આપી.
ચંદ્રોતર રાજાએ ભેટ મેકલાવેલ વહાણે સાર્થવાહે જિતશત્રુ રાજાને સે પ્યાં.
પ્રવેશમછવ માટે રાજાએ શહેર શણગયું. નાના પ્રકારનાં વાજીના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થશે. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પિતાને અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણીની ઈચ્છાને આધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું.
સુદર્શના કોણ છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાણી. હજારો લોકોના ટોળાં તેણીને જેવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યોથી ખીચોખીચ ભરાઈ ગયા. " રસ્તામાં મળેલા લેકો તેની રતુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કોઈ તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને! પૂર્વજન્મમાં તો આ સમળી હતી, પણ
For Private and Personal Use Only