________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦),
દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમને પ્રભાવ છે. જે મનુષ્યો વત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રી, દિવસ ફર્યા કરે છે તેઓ સંતોષના સુખને નહિ જાણતાં હેવાથી અનેક દુઃખમય ગતિએમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમોને સ્વીકાર અવશ્ય કરે જોઈએ. નિયમ વિનાને અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણતીમાં ગણુ છે.
સુદર્શન! જાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યફૂન્ય પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકાર મંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રેડ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સપદિ ક્રૂર તથા ઝેરી પ્રાણીઓના પંજામાં સપડાયેલા મનુષ્યોના બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે.
વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોની વચ ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અથત તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે.
જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરૂષને તે ગામનો રસ્તો અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે ભાગ શ્રદ્ધાગમ્ય હોય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે.
દરેક જીવો સુખના ઇચ્છુક છે. પરમ યાને તાત્ત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મેક્ષના ઘેરી રસ્તાઓ છે.
જ્ઞાન, તીર્થકરોએ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત જ્ઞાનના
For Private and Personal Use Only