________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭)
વા છે આટઆવી ને પૂર્ણ
અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું. પોતાની માતાનું ગુમ થવુ ત્યાંસુધી સર્વ હકીકત કહી સંભળાવી.
દેશપાર થવાના વખતમાં નાને કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યારપછીની હકીક્તથી તે માહિતગાર હતો. પિતાની પાછળની સ્થિતિને વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે. " મોટા કુમારે કહ્યું. બંધુ ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણ બન્ને જુદે જુદે નદીના કિનારે રહ્યા. આપણું પર દયા લાવી ગોવાળીએ ઉછેરીને મોટા કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મત્યું અને આપણે પણ પુન્ય સંયે ગે તેઓને જઈ ભળ્યા પણ હજી આપણાં માતાજી શીળમતીને ક્યાંય પર લાગતો નથી. તે જે આવે વખતે આવી મળે તે આપણને કેટલો આનંદ થાય ?
દુઃખી કે વિયોગી મનુષ્યોને પૂર્ણ ઊંઘ ક્યાંથી હોય ? પાછલી રાત્રીની જાગૃત થયેલી શીળમતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કુમારનું વૃત્તાંત સાંભળ્યું કેમકે નજીકના વહાણમાં જ તે હતી. તેણુંના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયેગી વાછડાને ભેટવા માટે દેડે છે તેમ, હર્ષઘેલી રાણી પિતાના વિયેગી પુત્રને જાણીને મળવા માટે ઉઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રોને દેખી રાણી બોલી ઉઠી. મારા વહાલા પુત્રો ! તમોને દુઃખમાં મૂકી ગુમ થયેલી તમારી નિર્માણી માતા આ રહી અને તે હું પોતે જ છું. હર્ષથી તમે તેના ખોળામાં આવી બેસે. પિતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બન્ને કુમારે દોડીને માતાને ભેટી-વળગી પડયારાણુએ તેઓને ખેળામાં બેસારી, હર્ષ અને ખેદના આવેશથી ગળું કળું મઢી એટલું બધું રૂદન કર્યું કે કુમારે સહિત વહાણના લોકો રડવા લાગ્યાં.
રાજાનાં માણસે ત્યાં જ હતાં. તેમણે રાણીને ઘણું સમજાવી.
For Private and Personal Use Only