________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૯) દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદિન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચછતા ન કરવી તે જ મહાન પુરૂષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરક્ત દશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું. તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરક્ત થઈ, સદ્દગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેન્દ્ર કપમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દેવિક પૈભવ ભોગવી, ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુળ જન્મ પામે. યોગ્ય વયે ચારિત્ર લઈ, સર્વ કર્મને નાશ કરી, નરવિકમ નિર્વાણપદ પામે.
આ પ્રમાણે મહાઅર્થવાળ પણ સંક્ષેપમાં ભાવનામય ધમ મેં તમને સંભળાવ્યો. ભાવના ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કર. "
સુદર્શના ! મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ અને અનેક ઉપાધિથી - ભરપૂર છે. માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન
નેવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યો છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે-આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની વચમાં આવેલ છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ. દેવે, સિધ્ધ, યક્ષે અને વિદ્યાધરોને કીડા કરવાનાં સ્થાન સમાન છે. આ સ્થળે કાઈક ધર્મનું સ્થાન હોય તો કીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આત્મિક કલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જીવ નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તે અહીં એક મુનિસુવ્રતસ્વામીનું જે મંદિરદેવાલય હેય તે અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પોતાની જિંદગીને શુભ ભાગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે
For Private and Personal Use Only