________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮).
બાઇસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષને છે તો તે ઠેકાણે આપ ખેદ નહિં કરે–વિગેરે
એ અવસરે કેટલાએક માણસે દેતા રાજા પાસે ગયાં, અને રાણું વહાણમાં હોવાની વધામણી આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યા. રાજાના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઇ, આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા રાણીને ભેટી પડે અને હૃદયમાં ભરેલા દુ;ખ તથા વિયેગને, હર્ષ સુધારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાર્યું. મોટા મહેચ્છવપૂર્વક રાણીને શહેરમાં પ્રવેશ થશે. રાણી એક હાથણું ઉપર બેઠી હતી. તેણીના શરીરનો ગૌર વર્ણ, કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતો હતો. અને કુમારે પાસે બેસી, રાણીને ચામર વિંઝતા હતા. લેકે દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નિહાળતા હતા.
અહા! કર્મની કેવી વિચિત્ર રચના ! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક. આ જ પુન્ય પાપનાં ફળ. ખરેખર વિચારવાનોએ જાગ્રત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. - રાજુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થશે હતા તે તો તે જ જાણતા હતા. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણાને કહ્યું. રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણુએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કહેવું અને તે પ્રમાણે દેવલનું આજપર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું.
સજાને દેહલ પર ગુસ્સો તે ઘણે આબે, પણ વચનથી બંધાચલ હવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધો. તે દિવસથી રાજા, રાજ્યસુખને સુખ તરીકે માનવા લાગે. કેમકે હદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ
For Private and Personal Use Only