________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬)
એટલો બધો આસક્ત થ હતો કે, રાત્રીનો એક પહેર વ્યતીત થઈ ગયો. છેવટે દેહલે રાજાને કહ્યું. સ્વામિન્ ! મારા વહાણમાં દિવ્ય ઘણું છે, માલીક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી જ હેય તે સ્વાભાવિક છે માટે મને રજા આપે. હું પ્રભાતે પાછો આપની પાસે આવીશ.
ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક છોછીને કહ્યું, તમે ચિંતા ન કરે. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા એકલું છું. અને તમે તો રાત્રિએ અહીં જ રહે.
રાજાના આગ્રહથી શેકીએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પિતાની પ્રતીતિવાળા માણસને વહાણના રક્ષણ માટે મેકલ્યા.
અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણ જેવાની ઈચ્છા રાજકુમારને થઈ. કુમારોએ હઠ લીધી કે–પિતાજી ! તે વહાણો જેવા જવા અમને આજ્ઞા આપો. કુમારના આગ્રહથી પિતાના માણસ સાથે બન્ને કુમારોને ત્યાં જેવા આજ્ઞા આપી.
બને કુમારે સમુદ્રને કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણે દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણે થઈ જવાથી રાત્રીએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમારે તે શ્રેષ્ઠીના મુખ્ય વહા ની પાસે નજીકમાં સુતા. - રાત્રીના ચોથા પહેરે નાનો ભાઈ જાગૃત થઈ મોટા ભાઈને કહેવા લાગ્યો. ભાઈ ! ઠંડી વિશેષ લાગે છે-હજી રાત્રી બાકી છે, તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રી સુખે પસાર થાય.
મેટાભાઈએ કહ્યું-બંધુ ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચરિત્રે સાંભળવાથી શું ફાયદો છે ? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પિતાની બનેલી હકીકત સર્વ જણાવી-જેમાં વડીલ પિતા તરફના
For Private and Personal Use Only