________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪)
ઉત્સાહ ધારણ કરતા રાજાએ, શત્રુઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીનો શબ્દ સાંભળતાં જ સર્વ સભ્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજરૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણું ઝડપથી દોડતા આવતા એક પુરૂષ પ્રધાનને વધામણ આપી. પ્રધાન! ચક્રપુરના રાજા જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યો હતો તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે.
આ વધામણથી પ્રધાન ખુશી થશે. વધામણું લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણા દિવસે આવતો હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતા દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે કૈધથી બેલી ઉઠશે. રથયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે તાલ મેળાપ નહિં કરવા દેવામાં આવે, પણ શત્રુને વિજય કર્યા પછી તરત તેને મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયે. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કપ ચડ. અરે પ્રધાન! તેં કહ્યું હતું કે-વસંતરાજા ઉધાનમાં આવ્યો છે તો અહીં કેમ કોઈ દેખાતું નથી ?
પ્રધાને કહ્યું-દેવ ! આપ જુવે તે ખરા. આ આપની દષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ) વિલાસ કરી રહ્યો છે,
કોયલના શબ્દવડે આંબારૂપ ગજેંદ્રો ગરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરૂઓના પુપરૂપ અશ્વ, ભ્રમરના ગુંજારવરૂપ હુંખારવ કરે છે. પલ્લરૂ૫ રથ શોભી રહ્યા છે. કેતકીનાં ઘાટાં નિકુંજોરૂપ યોદ્ધાઓ સજદ્ધ થઈ આપની સન્મુખ ઊભા છે.
પ્રધાનની આ દિઅથ વચનરચનાથી રાજાને ઘણે સંતોષ થયા. રાજાએ કહ્યું-અરે પ્રધાન! તું જલદી જા. તારા પુત્રને મળી, શત્રુનો વિજય કરી પાછે જલદી આવજે,
For Private and Personal Use Only