________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
દર્શન મિત્રની મદદથી જીવોના ચિત્ત-સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યોના હૃદયને શાંતિ આપતા હતા.
આવા ગુણવાન આચાર્યશ્રીનું આગમન જાણુ ભકિતભાવને ધારણ કરતા યોગ્ય જીવો, વંદન નિમિત્ત અને ધર્મશ્રવણ નિમિત્તે ગુઋી પાસે આવ્યા. રાજ નરવિક્રમ પણ પુત્ર. પત્નીની પ્રવૃત્તિ પૂછવા નિમિત્તે ગુરૂ પાસે આવ્યા. આચાર્યને નમસ્કાર કરી રાજાદિ એગ્ય સ્થળે બેઠા. કરૂણસમુદ્ર આચાર્યશ્રીએ પણ જીવોને ધર્મમાર્ગમાં જાગૃત કરવા નિમિત્તે ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો.
खणदिठनठविहवे खणपरियदृत विविहसुहृदुखे । खणसंयोगवियोगे नथ्थि सुहं किंपि संसारे ॥ १॥
હે મહાનુભાવો ! આ દુનિયાને વૈભવ ક્ષણમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછો નષ્ટ થઈ જાય છે. ચાલ્યો જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખ પરાવર્તન પામી જાય છે. ક્ષણે સંગી, વિયોગી વાતુવાળા સંસારમાં કાંઈ પણ વસ્તુતઃ સુખરૂપ નથી.
આ જીવિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સંયોગાદિ સંસારી છોને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. પવનથી પ્રેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન જીવિતવ્ય ક્ષણસ્થાયી છે સૂર્યના કિરણથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થડા વખતમાં કરમાઈ જશે. ઇદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વ-૫ વખત માટે છે. આ સંયોગિક વૈભવ વિજળીના ચમકારા જે યા જેટલો છે, માટે પરમાર્થથી બંધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મોક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધર્મને તમે આદર કરે. તેમના કહ્યા મુજબ વર્તન કરવા પ્રયત્ન કરે.
For Private and Personal Use Only