________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧) મંડળે તારણ ધ્વજાપતાકાદિવટે શહેર શણગાયુ. શુભ મુદ્દો રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. મંગલિકનાં વાછ વાગવા લાગ્યાં. સામત વર્ગ આવી રાજાને પગે પડયો. પ્રજાવ ઉલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વૈરીવર્ગને પણ નમવું પડયું.
અનુકૂળ કર્મસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી રિદ્ધિ પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિયોગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો.
ખરી વાત છે. भुजउ जं वा तं वा परिहिज्जउ सुंदरं वं इपरं वा। हठेण जथ्थ जोगा तं चिय रज्ज व सग्गो वा ॥१॥
મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે.
આ અવસરે સમતભદ્ર નામના આચાર્ય તે જ જયવર્ધનપુરના ઉધાનમાં આવી સમવસર્યા. આચાર્યશ્રી સ્વ-પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીશ ગુણરૂ૫ રનના નિવાસ માટે રેહણાચળ સમાન હતા. મનના પ્રસરને ધણી ખૂબીથી રોકો હતે. ક્ષમાના નિવાસગૃહ સમાન હતા. માર્દવ ગુણથી માન સુભટને તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લૌભરૂપ ખળપુરૂષ ને સંતોષબળથી પરાજય કર્યો હતો. તપે તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંયમરૂપ રસથી ઈદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન ર્યા હતા. પિતાના પવિત્ર આચરણાથી જગતને સ્વાધીનની માફક આજ્ઞાવતી કર્યું હતું. નિષ્ક્રયતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું.
For Private and Personal Use Only