________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર)
વૃક્ષની છાયા નીચે બેસી ખિન્ન હૃદયે, અશુભના ઉદયનો તથા વિધિવિલસિતને તે વિચાર કરવા લાગ્યો. '
અહા! કેટલી બધી વિધિની વિષમતા? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુઃખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવે છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જંગલોમાં અથડાવો છે ? અહા ! માતાપિતાને વિયોગ? પ્રિયાને વિરહ પુત્રને વિહ? ખરેખર ભૂતના બલીની માફક વિધિએ મારા કુટુંબને સઘળી દિશાઓમાં છિન્નભિન્ન વિખેરી નાંખ્યું. અરે ! માતાપિતાના વિયાગથી કે પિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકોને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે.
ઓ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તો બતાવ કે હવે હું શું કરું? અને કોને શરણે જાઉં ? - વિપરીત વિધિના વિયેગથી મહાન પુરૂષોને માથે પણ આફત આવી પડે છે તો મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્ય પાનું ?
હે જીવ! દુ:ખ વખતે હિમ્મતની પૂર્ણ જરૂર છે, શેક, પશ્ચાસાપ કે નાહિમ્મતથી દુઃખ ઓછું થતું નથી. પણ ઊલટો દુઃખમાં વધારે થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુઃખ પોતાના સત્વની કટી છે. દુ;ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુઃખ કર્મને નાશ કરનાર છે. દુખી જીવની સ્થિતિનું ભાન કરાવનાર દુ;ખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુખ છે. ટૂંકમાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધમના વિવેકને બતાવનાર દુઃખ છે, માટે હે આત્મન ! ખેદ નહિ કર. હીમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા. વર્તમાન કાળને જ સોંપ.
For Private and Personal Use Only