________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭)
તે કારણથી, તેના ફળરૂપે આ જન્મમાં તમને આવું દુખ સહન કરવું પડયું છે.
પિતાનો પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલે ભવ દીઠે. ગુરૂશ્રીને નમસ્કાર કરી તે બો –હે નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે?
ગુરૂએ કહ્યું. હે રાજન ! દુય કમ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરોએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણુ કાળનાં કિલષ્ટ કર્મોને પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે કે
कम्ममसंखिज्जभव खवेइ अणुसमयमेव उत्तो। अन्नयरंमि जोगे जाणमि पुण विसेसेण ॥
બીજા ઉપાયોથી કમને ક્ષય થાય છે પણ ધ્યાનયોગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે છે, આ જીવ અસંખ્યાત ભનાં કરેલા કર્મને ક્ષય કરી શકે છે.
આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકેએક ભાવનાનો બેરીકાઈથી વિચાર કર, જેમકે અનિત્ય ભાવનાને વિચાર કરતાં આ દુનિયાનાં સર્વ પૌગલિક પદાથે અનિત્ય ભાસમાન થવાં જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાનથી અનિત્યપણું અનુભવવું જોઈએ. ૧
અશરણુ ભાવનાને વિચાર કરતાં આત્મપ્રયત્ન સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. ૨
સંસારભાવનાને વિચાર કરતાં જન્મ, મરણ, સંગ, વિયેગ, સુખદુઃખ ઇત્યાદિ કારણેથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાસથી વિરકતતા આવવી જોઇએ. ૩
For Private and Personal Use Only