________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩)
પુત્રોને ભેટી પડે છે. પોતાના ખેળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું. રાજાના નેત્રમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકોને કહ્યું. આ બને મારા પુત્ર છે. ગુરુની કૃપાથી આજે તે વિયેગી પુત્રને મેળાપ થયો છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો.
બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરૂ પાસે ગયો, અને પુત્રોને મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કર્યા.
ગુરૂએ કહ્યું-રાજન ! આ કાર્ય તે શું? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થોડા દિવસમાં તમારી રાણીને પણ મેળાપ થશે. ધર્મને પ્રભાવ કલ્પવૃક્ષના મહાભ્યને પણ હઠાવે તે છે.
- ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઇચ્છિત વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પગુ કરે છે. - ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂ૫ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થ ધર્મમાં વધારે આદરવા થયે. ગુરૂને ન સ્કાર કરી રાજ પિતાના મહેલમાં ખાબે.
હવે રાણી શીળમતીની સ્થિતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળમતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણીને પિતાના વહાણ ઉપર ખેંચી લીધી. શીળમતીએ તેના પંજામાંથી છૂટવાનો ઘણે પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક છે. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણુએ વહાણમાં પડતું મૂકયું. મૂચ્છથી તેણીના નેત્રો મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગ્રત થઈ. અતિ દુસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી.
હે મુકદેવતાઓ ? વહાણુધિષ્ઠાતા દેવીએ ! હે સજજનો !
For Private and Personal Use Only