________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૦) - ઈત્યાદિ વિચારત, વૈર્ય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાં બેઠો હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીતિવર્મ રાજા અકસ્માત શૂળના રોગથી મરણ પામ્યો. આ રાજા અપુત્રી હોવાથી રાજ્ય પર કોઈ લાયક પુરૂષને સ્થાપન કરવા નિમિત્તે પ્રધાન પુરૂષોએ પાંચ દિવ્ય દેવાધિકિત શણગારી તૈયાર કર્યાહાથી, ઘોડા, ચામર, કલશ અને છત્ર-આ પાંચ દિવ્યો, આખા શહેરમાં ફરી, તહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમ કુમાર બેઠો હતો ત્યાં આવ્યાં.
દૂરથી કુમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમક્યો. તે કાંઈક વિચારમાં હતો. તેવામાં લીલાએ કરી જબાઈત (બગાસાં ખાતે) થતો, શાંત મુદ્રા ધારણ કરી હથી નજીક આવ્યો. તેની પાછળ, અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન હાથી નથી. પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.' ઇત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો તેમ સુંઢાદંડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરી, શુંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો.
અશ્વ પણ નજીક આવી ત્રણ પ્રદક્ષિણા આપી, રોમાંચને વિકસિત કરતે, હર્ષથી હેખાવ કરી કુમારના મુખ તરફ જઈ રહ્યો.
ચંદ્રબિંબની માફક ઉજવળ છત્ર વિકસિત થઈ કુમારના મસ્તક ઉપર આવી રહ્યું. '
વેત ચામર પણ ઉજ્વળ કાર્તિપુજની માફક નમ્ર થઈ બને બાજુ વિંજાવા લાગ્યાં.
નવીન જળધરની મેઘનો) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલ કુમાર, વિંધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશોરની માફક શોભવા લાગે.
આ બાજુ એગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન
For Private and Personal Use Only