________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૬)
દુખી થયું નથી ? મહાન પુરૂષને માથે દુખ આવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કહ્યું છે કે
चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु ताण । - गरूयाण चडणपडणं इयराण पुग निच्च पडियत्ति ॥१॥
ચંદ્રને ક્ષય થાય છે પણ તારને ક્ષય થતું નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરૂષોને જ ચડવું પડવું થાય છે. બીજાઓ તે નિરંતર પડેલા જ છે.
કુમાર, પત્ની, પુત્રો સાથે મળીને ઘેર જ રહ્યો. પિતાની પાસે જે આભરણુદિ દ્રવ્ય હતું તે ભેજનાદિ માટે કેટલાક દિવસ તો ચાહ્યું પણ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણે ખેદ થયો.
પાડલ માળીએ કહ્યું-ભાઈ ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય ક્યાં સુધી પહોંચે ? (ઉધમ કરવાની જરૂર છે.) દેવ કાંઈ વ્યવસાય કર્યા સિવાય મનુષ્યોને ઘેર દ્રવ્યને ઢગલો કરતો નથી.
કુમારે કહ્યું. પાડલ, તારું કહેવું ખરું છે. તું મારે લાયક કઈ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અથે હું તેમાં પ્રયત્ન કરું.
માળીએ કહ્યું. મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઈ વેચે, તેમાંથી તમારું ગુજરાન ચાલશે. તેના બદલામાં, જમીન સાફસુફ કરવામાં અને ઝાડને પાણી પાવામાં મને તમે મદદ કરજે.
માળીએ પિતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય બતાવ્યો.
કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ લવસાય ઠીક લાગ્યો, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે. મનુષ્યએ વખત ઓળખવો જોઈએ. કહ્યું છે કે
For Private and Personal Use Only