________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૫)
સાલવા લાગ્યા. એટલું જ નહિ પણ રાજા પોક મૂકી મેટ સ્વરે રડવા લાગ્યા. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઉછળી પૃથ્વી પર ઢળી પડ્યો. પ્રધાનએ નાના પ્રકારના શીતળ ઉપચાર કરી તેને શુદ્ધિમાં લાવ્યા શુદ્ધિમાં આવ્યા. પછી રાજા પિતે પુત્રવિયોગે ઘણું રડ અને પરિજનોને પણ રડાવ્યાં.
ગુણાનુરાગી પ્રજા પણ રડી, કુમારની માતા ચ કિલતા પણ પુત્રવિગે દુ:ખણી થઈ નાના પ્રકારના વિલાપ કરવા લાગી. -
વિવિધ પ્રકારના વિલાપ કરતા, રાજા, રાણું, પરિજન વિગેરેને ક્લિાસ આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછો લાવવા માટે ચારે બાજુ પુરૂષ દોડાવ્યા.
આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દશનપુર નામના બંદરે જઈ પહોંચ્યો.
આ શહેર અનેક કેટીશ્વર ધનાઢવોથી ભરપૂર હતું. ત્યાંના લોકો મોટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની ઓળખાણવાળું કોઈ જણાતું ન હતું. વળી દ્રપાર્જન કરવાને પ્રસંગ કોઈ વખત પણુ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કોઈ માહિતગારી ન હતી, શહેરની બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડે.
આ માળી ભકિક સ્વભાવનો હતો. દુઃખી જીવોને દેખી તેના હદયમાં દયા ઉછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવનો હેવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતે હતો.
પિતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસહકાર આપે. ઘણું સભ્યતાથી તેણે કહ્યું. તમે મારે ઘેર ખુશીથી રહે. કર્માધીન છોને વિન અવસ્થા આવી પડે છે. દુનિયામાં કોણ
૧૪
For Private and Personal Use Only