________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
કરે તે મને યોગ્ય છે, પણ માનભંગ થાય ત્યાં ક્ષણમાત્ર પણ મારે ન જ રહેવું. આ પ્રમાણે છેવટને નિશ્ચય કરી, પિતાના પરિજન
સ્નેહી વર્ગને બોલાવી કુમારે કહ્યું. મારા વહાલા સ્વજનો અને સ્નેહિઓ ! પિતાના પરાભવથી કહો કે આજ્ઞાથી કહે, પણ અત્યારે હું આ દેશનો ત્યાગ કરૂં છું. અવસરે પાછા આવી હું તમને સંભાળીશ, માટે તમે સર્વે હાલ અહીં શાંતિથી રહેજે.
લાંબા વખતના વિરહસયક કુમારના શબ્દો સાંભળી તેનો પરિવાર રડવા લાગ્યો. કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટોકટીને વખત જણાતાં પરિજનોએ થોડા વખતમાં સ્વાભાવિક ચૂપકી યાને શાંતિ પકડી.
કુમારે શીયળમતિને જણાવ્યું પ્રિયતમા ! તું અત્યારે તારા પિતાને ઘેર જા. હું આ દેશને હાલ તે ત્યાગ કરૂં છું. ભાવી હશે ત્યારે આ દેશમાં મારું પાછું આગમન થશે.
પતિનાં આવાં વચને સાંભળી દુસહ વિગદુઃખથી દુ:ખી થઈ પિતાના નેત્રમાંથી અશ્રુપ્રવાહને મૂકતી શીળમતિ કાંઈ બોલ્યાચાલ્યા સિવાય ઊભી રહી.
પ્રિયા તું શા માટે રૂદન કરે છે. ? સંસારી મનુષ્યોને માથે આપદાઓ આવી પડે છે. તેમાં આશ્ચર્ય કે શોક શાને ? સુંદરી, ખરા પ્રસંગે વિવેકી મનુષ્યોએ ધીરજ રાખી વિવેકનો ઉપયોગ કરવો જોઈએ.
શીળમતિન-મનવલ્લભ ! હું પૈર્યવાન છું અને મનને ધીરજ પણું આપું છું, પણ આપ મને આમ અકાળે મૂકીને જાઓ છો તે દુઃખ મારાથી સહન નથી થતું. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે મારે એક જ પુત્રી છે. દેહની છાયાની માફક તેને કોઈ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબુલાત આપી છે, છતાં આપ મને મૂકીને કેમ જાઓ છે ?
રાજકુમાર--સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં
For Private and Personal Use Only