________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૦).
- બીલકુલ પ્રહાર કર્યા સિવાય પકડવાની આજ્ઞા કરી. રાજાને
આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્યો તેને પકડવા દેડ્યા. પણ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કોઈની હિમ્મત ચાલી નહિ. રસ્વતંત્રપણે નગરમાં ફરતાં જે દેખે તેને મારતે કે તેડતો અનેક અનર્થ કરવા લાગ્યો. તેટલામાં ગર્ભના ભારથી મંદપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સુંઢમાં પકડી. તે સ્ત્રી પિકાર કરવા લાગી કે-હે તાત ! ભ્રાત ! રાજા ! આ દુછ હાથીથી મારે - રક્ષણ કરે. હા ! આ પૃથ્વી પર કોઈ વીરપુરુષ નથી કે આ નિર્દય - હાથીથી મારું રક્ષણ કરે.
આ પ્રમાણે કરૂણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયબ્રાંત નેત્રવાળી અને મરણના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી.
આ બાળાના વિલાપને કે દુઃખને નહિં જોઈ શકતો રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી ઊભો રહ્યો અને હાથીને તર્જના કરી પિતા તરફ પ્રેર્યો.
હાથી પાસેથી ખસી જવા નગરના ઘણા લોકોએ કુમારને સમજાવ્યો-પણ વીર, દયાળુ કુમાર તે નહિં ગણકારતાં, ઊંચે ઉછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઈ બેઠે.
અરે! કઈ અંકુશ લા–અંકુશ લાવે. એમ રાજકુમાર બોલે છે તેટલામાં તે સુંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીએ મારી નાખવા માંડી. સ્ત્રીને છેડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યા સિવાય વશ કરે) ભૂલી ગયે. પિતાની પાસે રહેલી મોટી છરી કાઢી, તે સ્ત્રીને બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચીરી નાખ્યું. કુમારના પ્રહારથી તે બળવાન હાથી પણ અચેતનની માફક ત્યાં જ ઊભો રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માફક રુધિરનો પ્રવાહ વહેવા લાગ્યું.
શુદ્ધ હૃદયવાળો રાજકુમાર હાથી પરથી નીચે ઉતર્યો. અને સુંદ્રા
For Private and Personal Use Only