________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮ )
અખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઇ અને જણુ યુદ્ધ કરવાને સન્મુખ થયા.
મજબૂત સંહનનવાળા અને દુષ શરીરવાળા રાજકુમારને જોતાં જ ખળવાન છતાં કાળમેશ્વ ક્ષેાભ પામી ગયા. તે વિચારવા લાગ્યા કે-આ રાજકુમાર રાજાને વ્હાલેા જમાઈ થવાના છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારા જય થવાથી કે પરાજય થવાથી કાઇ પણ રીતે મારૂં કોય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંભ્રમથી તે મલનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યા. મલ્લ અખાડામાં રાજકુમારના વિજયને જયધેાષ થવા લાગ્યા. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી
અન્નેના યાગ સચેાગ થયા ઢાવાથી લેાકેા પણ સાધુવાદ ખેલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પાણિગ્રહણ થયું, દરેક મંગળ ફેરા વખતે લેાકેાને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરન્યાને આપ્યું,
કેટલાક દિવસ ત્યાં રહેવા ખાદ રાજકુમાર સસરાને પૂછીને પેાતાના દેશ તરફ જવાને તૈયાર થયા.
પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણુ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કાષ્ઠ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી ચેાગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યા.
દુઃસહ વિષેગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુવરીને છેવટની હિતશિક્ષા આપતાં જણાવ્યું. વ્હાલી પુત્રી ! સગુણુ કે નિર્ગુણુ અપત્યે પર માતાપિતાના અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઇ કહેવુ જોઇએ એમ ધારો અમે અમારી કજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વત્તન કરી તારી ક્રૂરજ અજાવવી.
For Private and Personal Use Only