________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭)
પરીક્ષા કર્યા સિવાયને હજી એક મહાપુરૂષ રહી ગયો છે. અને તે નરસિંહ રાજાને પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરૂષાર્થમાં એક અદ્વિતીય મલ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરૂષોએ નરવિક્રમ કુમારને બોલાવવા માટે મને આપની પાસે મોકલાવ્યો છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા.
દૂતનાં વચન સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને નમસ્કાર કરી જણાવ્યું. પિતાજી દેવના અનુભાવથી સર્વ સારૂં થશે. આપ આગળ વધારે શું કહું ? આપની ઇચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું.
રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલવો કે કેમ ? સર્વને અભિપ્રાય કુમારને મોકલવાનો જ આવ્યો એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગ સૈન્ય સાથે રાજકુમારને રવાના કર્યો.
- રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી, તેનો સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામો મેક. રાજકુમાર આવી પહેચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યું અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારો આપે. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સૂચના કરી. રાજકુમારે તે વાત અંગીકાર કરી એટલે રાજાએ માઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠકના સાહિત્યોથી સુશોભિત કરી.
નગરલકો સાથે રાજા પિતાની બેઠક ઉપર આવી બેઠો. લોકોએ પિતાની બેઠક લીધી કે તરત જ કાળમેઘ અને નવિક્રમ કુમાર
For Private and Personal Use Only