________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૫)
લાગી, આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાને છેડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી, મંગલિકનાં વાછ વાગ્યાં. અક્ષતનાં પાત્ર રાજકારમાં જવા લાગ્યા.
ઈત્યાદિ મહાવિભૂતિવાળો, રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગેરે પ્રીતિભોજન અને ગરીબોને આનંદી ભજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક એગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું.
અનુક્રમે વૃદ્ધિ પામતો રાજકુમાર આઠ વર્ષને થયે એ અવસરે કાતિક શુક્લ પંચમી, ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂક.
ગુરૂની કૃપા, પિતાને દઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણુમાં, થોડા વખતમાં તે અનેક કળાને પારગામી થયા.
લેખક, ધનુવિધા, ગાંધર્વકલા, પત્રધ, લેકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણ, ચિત્રકર્મ, મંત્રપ્રયાગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થશે. મલ્લયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો.
એક વખત રાજસભામાં દેખાવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાર્થે દ્વાર આગળ આવી ઊભો છે. તેને પ્રવેશ આપવા માટે આપની શી આજ્ઞા છે ?
રાજા–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયે, અને નમસ્કાર કરીને, નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યો.
મહારાજ! હું હર્ષપુરથી આવું છું, અને દેવસેને મહારાજાને દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રત્ન છે. રૂ૫, ગુણમાં
For Private and Personal Use Only