________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૬ )
અપ્સરાઓને પણ ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને ખીજું રત્ન પ્રતિસ્પર્ધી મત્લાને કાળમેધ સમાન કાળમેધ નામને મદ્ય છે. જેણે યુદ્ધમાં અનેક મત્લાના પરાભવ કર્યો છે.
એક દિવસે નાના પ્રકારના અલંકારાથી અલંકૃત કરી, રાજ. માતાએ રાજકન્યાને પિતૃપાદવદન અથે સભામાં મેાકલાવી. પિતાને નમસ્કાર કરી રાજ્યકન્યા પિતાના ખેળામાં ખેડી,
રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડયા કે, નિશ્ચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે માકલાવી છે. કેટલેક વખત વિચાર કર્યાબાદ રાજાએ કુંવરીને કહ્યું-પુત્રી શીળમતી ! તને કેવા ગુણુવાલા પતિ ગમે છે? શુ ત્યાગી ? શૂરવીર ? વિદ્વાન ? કૃતન ? સુખી ? ગધવ કળામાં કુશળ ? પરાપકારો કે દયાળુ ?
રાજાના આવે વિચિત્ર પ્રશ્ન સાંભળી લજ્જાથી કુંવરોએ નીચું મુખ કયું”. શરમાતી દષ્ટએ ધીમે શબ્દે કુંવરીએ જણાવ્યું પિતાજી ! જે આપશ્રીને ચેાગ્ય લાગે તે મને પ્રમાણુ છે.
રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પેાતાને જ કહેવુ પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગઢથી જન્મ "ત જોડાવાનુ છે અને તે પ્રેમને નિર્વાહ કરવાના છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારી અભિપ્રાય જણાવવા જ જોઇએ.
રાજાના ઘણા આગ્રહથી કુમારીએ જણાવ્યું–પિતાજી ! જો એમજ છેતેા, પૃથ્વી પર કેાથી આજપર્યંત પરાભવ નહિ પામેલ આ આપને કાળમેધ નામને મલ છે, તે મલ્લને જે કાષ્ઠ રાજકુમાર મલ યુદ્ધમાં જીતશે તે મારા પતિ થશે. બીજું હું વધારે આપને શું કહુ?
કુમારીના વચનથી રાજાને નિશ્ચય થયે કે-આ પુત્રી ખળાનુ રાગિણી છે. તે ઠીક છે પણુ આ મલ્લે સર્વે ખળવ'ન રાજાઓને મદ્યયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવા મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનુ` મુખ શ્યામ થઇ ગયુ. રાજાને ખેદ પામતા દેખી પ્રધાને કહ્યું-મહારાજા ! આપ ખેદ શામાટે ધરા છે
For Private and Personal Use Only